Monday, October 11, 2010

લાગણી લાચાર છે,હું શું કરું?
એકતરફી પ્યાર છે,હું શું કરું?
સાફ.. કહી દઉં આપનાથી પ્યાર છે,
પણ ભર્યો દરબાર છે,હું શું કરું?
એક મરે ને એકને કંઇ જાણ ના,
ફક્ત અત્યાચાર છે,હું શું કરું?
જિંદગી પળવારમાં પુરી થશે,
હમસફરને વાર છે,હું શું કરું?
અબઘડી આંસુંના દરિયા વહી જશે,
દર્દ પારાવાર છે,હું શું કરું???????

No comments:

Post a Comment