તારા પ્રેમ ની પ્યાસ છે મારી કવિતામાં,
તને ક્યાં વિશ્વાસ છે મારી કવિતામાં.
તારા વિષે લખવા બેઠો છું બહુ મુઝવણમાં,
છતાંય કેટલો સુંદર ત્રાસ છે તારો મારી કવિતામાં.
મારાથી દુર જા એની ચિંતા નથી દિલને,
પણ તારું રહેવું ખાસ છે મારી કવિતામાં.
આમ અડધી વાંચી ઉદાસ ન થા,
તું કઈ જગ્યાએ ઉદાસ છે મારી કવિતામાં.
તને શબ્દે શબ્દે સમજી છે અહિયાં,
તારો ક્યાં ખાલી આભાસ છે મારી કવિતામાં.
'અનિકેત' ફક્ત પ્રેમ વિષે લખે છે એવું નથી,
તારી નફરતનું પણ નિવાસ છે મારી કવિતામાં..... !
-અનિકેત
No comments:
Post a Comment