જે વાત ખુદ નથી સમજ્યો એ બીજાને સમજાવી છે.
મારી જિંદગીને દોસ્તો મારા મેં આ રીતે સજાવી છે.
હજુ ઘણા ગમ છુપાવ્યા છે મેં તૂટેલ દિલની અંદર;
બંધ બાજી રમી ને સચ્ચાઈ ક્યાં કોઈને બતાવી છે?
હસતો રહ્યો મહેફિલમાં ને હસાવતો રહ્યો સૌને હું;
કોઈ ન જુએ એ રીતે આંખો મારી મેં છલકાવી છે.
એ ના ના કરતી રહે હોઠોએ, ને દિલમાં એની હા છે;
એના દિલ પર તો તસવીર મારી એણે લટકાવી છે.
કિસ્મતની બલિહારી છે એ ન થઈ શકી અનિકેતની.
કિસ્મતથી મળી એ કિસ્મતે મને મળતા અટકાવી છે.
modified by-અનિકેત
No comments:
Post a Comment