Monday, August 9, 2010

લાગે છે અહીં ચોટ સતત એક કે બે,
જીવનમાં છે આઘાત સખત એક કે બે;
છે પીઠ પર ઘા કેટલા એ ગણ્યા ક્યાં છે?
છાતીની ઉપર ઘા છે ફક્ત એક કે બે.

No comments:

Post a Comment